મોરબી : મોરબી જિલ્લામાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇ જાહેરમાં સુલેહ શાંતિ ભંગ ન થાય તે માટે અસામાજિક તત્વો સામે પાસા હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં પોલીસે માળીયામાં પ્રોહીબીશનના ગુનાઓમા સંડોવાયેલ ઇરફાન અલીભાઇ સુમરા (ઉવ.૨૬ ધંધો-મજુરી રહે.નાના દહિસરા તા.માળીયા મી. જી.મોરબી) વિરૂધ્ધ પાસાની દરખાસ્ત જીલ્લા કલેકટર તરફ મોકલી આપતા આ આરોપી વિરૂધ્ધની પાસા દરખાસ્ત મંજુર થઇ આવતા આરોપીને પોલીસે પાસા એક્ટ હેઠળ અટકાયત કરી લાજપોર જેલ સુરત ખાતે મોકલી આપેલ છે.