લોકોને હાલાકી પડતી હોય મુખ્ય ગેઇટ સિવાયના સાઈડના ગેઇટ ખોલવાની રજુઆતને લઈને ત્વરિત દરવાજા ખોલી નખાયા મોરબી : મોરબી તાલુકા સેવા-સદનનાં મેઈન ગેઇટ સિવાયના અન્ય પશ્વિમ ભાગનાં દરવાજા ખુલ્લા રાખવનો હુકમ કરવા માટે સામાજિક કાર્યકરોએ જિલ્લા કલેકટર મારફતે મુખ્યમંત્રીનાં જીલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ઓકટોબર-૨૦૨૨ માં ફરિયાદ દાખલ કરતા જ અંતે તંત્રએ આજે આ બંધ કરાયેલા દરવાજા ખોલી નાખતા કચેરીમાં આવતા લોકોને રાહત થઈ હતી. મોરબીના સામાજીક કાર્યકતા રાજુભાઇ દવે તથા જગદીશભાઇ જી. બાંભણીયા, અશોક ખરચરીયા, જીજ્ઞેશ પંડયા, મુશા બ્લોચે કલેકટરને રજુઆત કરી હતી કે, મોરબી તાલુકાના તાલુકા સેવાસદનમાં ગ્રામ્ય વિસ્તારનાં લોકોની મોટા પ્રમાણમાં સરકારી કામ અર્થે ભારે ભીડ રહે છે. આ બિલ્ડંગમાં અલગ-અલગ અવર-જવર માટે ગેઇટ(દરવાજા) મુકવામાં આવેલ છે. પરંતુ બિલ્ડિંગનાં મુખ્ય ગેઇટ(દરવાજા) સિવાયનાં તમામ દરવાજાને તાળા મારી સતત બંધ રાખવામાં આવેલ છે. જેથી લોકોને ફરી ફરીને મુખ્ય ગેઇટથી અંદર જવું પડે છે અને ભારે હાલાકી પડે છે. આ રજુઆતને ધ્યાને લઈને તંત્ર હરક્તમાં આવ્યું હતું અને લોકોને હાલાકી ન પડે તે માટે સેવાસદનના બંધ કરાયેલા તમામ દરવાજા ખોલી નાખતા લોકોને રાહત થઈ છે.