તાલુકા પોલીસ ઘટના સ્થળે, લાશને પીએમ માટે ખસેડાઇ મોરબી : મોરબીના રંગપર ગામની સીમમાં 19 વર્ષના યુવાનની લાશ મળતા તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી જઈને તપાસનો ધમધમાટ ચલાવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના રંગપર ગામની સીમમાં એક લાશ પડી હોવાની જાણ થતાં તાલુકા પોલીસની ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ સુનિલ રમેશ મેળા (ઉ.વ. 19) હોવાનું પોલીસને જાણવાં મળ્યું છે. આ ઉપરાંત મૃતક યુવાન મૂળ મધ્યપ્રદેશના ધાર પંથકનો છે. જે બે વર્ષથી અહીં વસવાટ કરતો હતો. આ યુવાન અગાઉ મહાદેવ મિનરલ્સ નામના કારખાનામાં કામ કરતો હતો. કારખાનું બંધ થયા બાદ તે બહાર મજૂરી કામ કરતો અને અહીં જ બંધ કારખાનાની ઓરડીમાં રહેતો હતો. આ યુવાનનું મૃત્યુ કઈ રીતે થયું તે મામલે પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો છે.