હળવદ : હળવદ તાલુકાના નવા ધનાળા ગામે જવાના રોડ પર ગઈકાલે બપોરે બોલેરો ચાલકે બાઈકમાં સવાર બે વ્યક્તિને અડફેટે લેતા એકનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક ને એ ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બોલેરો ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. બનાવની હળવદ પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ ગઈકાલે ગુરૂવારના બપોરના સમયે નવા ધનાળા ગામે રહેતા નાનજીભાઈ ઝીણાભાઈ તારબુંદીયા અને મનજીભાઈ દલવાડી બાઈકમાં નવા ધનાળા થી માળીયા હાઇવે તરફ આવી રહ્યા હતા ત્યારે મોહનભાઈ ની વાડી પાસે સામેથી આવતા જીજે 11 ટીટી 7055ના બોલેરો ચાલકે અડફેટે લેતા નાનજીભાઈ તારબુંદીયાનું મોત નિપજ્યું હતું જ્યારે મનજીભાઈ ને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ અકસ્માત સર્જી બોલેરો ચાલક ફરાર થઈ ગયો છે આ બનાવ અંગે ધર્મેન્દ્રભાઈ નાનજીભાઈ તારબુંદીયાએ બોલેરો ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.