કામ કરતી વખતે ગંભીર રીતે દાઝી ગયો હોવાનું તારણ મોરબી : મોરબીના મુખ્ય રેલવે સ્ટેશને ઓફિસમાં કામ કરતી વખતે રેલ કર્મચારી ગંભીર રીતે દાઝી જતા તેને પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો છે. મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર મોરબીના રેલવે સ્ટેશનમાં કામ કરતો કર્મચારી બીપીનભાઈ કનુભાઈ દથૈયા (ઉ.વ. 35, રહે નવલખી રોડ ધકાવાળી મેલડી માતાજીના મંદિર સામે ન્યુ રેલવે કોલોની-મોરબી) વાળો ગંભીર રીતે દાઝી જતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. પોલીસે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલના ડોક્ટરે જાણવા જોગ નોંધ કરાવી હતી કે, આ કર્મચારી કામ કરતી વખતે ગંભીર રીતે દાઝી ગયો હતો. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. બનાવની તપાસ કરતા એ ડિવિઝનના એ.એમ. ઝાપડીયાએ જણાવ્યું કે સળગી જનાર કર્મચારીએ નિવેદનમાં જણાવ્યું છે કે તે કચરો સળગાવતો હતો. તે દરમિયાન સળગી ગયો હતો. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.