માળિયા(મી.) : માળિયા તાલુકાની જાજાસર શાળાના આચાર્યની વય મર્યાદાના કારણે નિવૃત થતા તેમનો વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો હતો. સાથોસાથ શાળાને દાન આપનાર દાતાઓનું સન્માન કરાયું હતું. આ તકે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી આચાર્યને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. માળિયા તાલુકાની જાજાસર શાળાના આચાર્ય ધીરુભાઈ મિયાત્રા વય મર્યાદાના કારણે નિવૃત થતા શૈક્ષિક મહાસંઘ ઉપાધ્યક્ષ શૈક્ષિક મહાસંઘ- મોરબી જિલ્લો,માળિયા તાલુકા અધ્યક્ષ હરદેવભાઈ કાનગડ, શિક્ષક સંઘ મહામંત્રી મોરબી જિલ્લો અને માળિયા તાલુકા પ્રમુખ દિનેશભાઈ હુંબલ દ્વારા સન્માન પત્ર અર્પણ કરી,સાલ ઓઢાડી,શ્રીફળ,પડો અર્પણ કરી નિષ્ઠાપૂર્વકની ફરજને બિરદાવી હતી.ત્યારબાદ નાનીબરાર તાલુકા શાળા તેમજ પેટા શાળા પરિવાર દ્વારા ધીરુભાઈને ભેટ આપી સન્માનિત કરવામા આવ્યા હતા. શાળા પરિવાર દ્વારા ભેટ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન રામપીર મહંત નગા ભગતના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું અને શાળામાં દાતાઓ તરફથી વિદ્યાર્થીઓના ઉપયોગ માટે કોમ્પ્યુટર રૂપે દાન પ્રાપ્ત થયેલ હોય.એમના ઋણ સ્વીકાર માટે સન્માન સમારોહનું આયોજન કરેલ હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત બાબુભાઈ હુંબલ,રામ સોલ્ટ ભીમાસરનું હરદેવભાઈ કાનગડ,અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માળિયા અને ઉપાધ્યક્ષ મોરબી ટીમ તેમજ દિલીપભાઈ પટેલ સી.એસ.આર. મેનેજર ફાઉન્ડેશન ગુજરાતના આચાર્ય ભાવેશભાઈ બોરીચા દેવ સોલ્ટ પ્રા.લી. હરિપરનું વિવેકભાઈનું સન્માન જાજાસર શાળા દ્વારા કરવામાં આવ્યું હતું.બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.કાર્યકમને અનુરૂપ પ્રવીણભાઈ ભોરણીયા આસી.ડીપીસી એસ.એસ.એ.મોરબી તેમજ હરદેવભાઇ કાનગડ,શ્રદ્ધાબેન મિયાત્રા પોતાનું વક્તવ્ય આપ્યું હતું.અંતમાં જાજાસર પ્રાથમિક શાળાના આચાર્ય ભાવેશભાઈ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.