મોરબી : ભડિયાદ ગૌશાળાના લાભાર્થે આગામી તા.૧ને શનિવાર છઠ્ઠા નોરતે રાત્રે ૯:૩૦ કલાકે,ભડિયાદ ગરબી ચોક ખાતે ભડિયાદ ગૌશાળા સ્વયંસેવક કલાકાર મંડળના સહકારથી પ્રેરણાત્મક નાટક ' સોમનાથની સખાતે યાને વિર હમીરજી ગોહિલ' રજૂ કરવામાં આવશે.તેમજ કોમિક પ્રહસન ' અરવિંદની અલકા 'નું મનોરંજન લોકોને પીરસાશે.નાટક અને કોમિકનો આનંદ માણવા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.