આઉટસોર્સ કર્મીઓએ કાયમી કરવા તેમજ કાયમી કર્મચારીઓ તરીકેના તમામ હક્ક હિસ્સા આપવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદન આપી હડતાલનું અલટીમેટમ આપ્યું મોરબી : મોરબી જિલ્લામાં આઉટ સોર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ કાયમી કર્મચારીઓને મળતા લાભો આપવા અથવા યોગ્ય પગાર નીતિ બનાવવા સહિતની પાંચ માંગણીઓને લઈ પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે. આઉટ સોર્સના તમામ કર્મચારીઓએ કાયમી કરવા તેમજ કાયમી કર્મચારીઓ તરીકેના તમામ હક્ક હિસ્સા આપવાની માગણી પુરી કરવા તંત્ર અને સરકારને તા.25 સુધીનું અલટીમેટમ આપી જો પ્રશ્નનું નિરાંકરણ તા.26ના રોજ અચોક્કસ મુદતની હડતાલ ઉપર જવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે પ્રાંત અધિકારીને અપાયેલ આવેદન પત્રમાં જણાવ્યું છે કે ગુજરાત સરકારની અંદર કામગીરી કરતા તમામ કરાર આધારિત આઉટ સોર્સ કર્મચારીઓને કાયમી કરવામાં આવે અથવા સમાન વેતન અંતર્ગત તેમની સમાન કેડરના કાયમી કર્મચારી જેમ પગારના તમામ પ્રકારના લાભો આપવામાં આવે, કાયમી કર્મચારીઓને મળતી રજાઓના લાભો, મેડિકલ કરવાના લાભો, એલટીસી અને જીવન વીમા ના લાભો આપવામાં આવે,સરકારી કર્મચારીઓને મળતા જી પી એફ અને સીપીએફના લાભો આપવામાં આવે , તમામ આવા કર્મચારીઓની સેવાપોથી નિભાવમાં અને તમામ લાભોની તેમાં નોંધ લેવામાં આવે,રાજ્યની તમામ લાંબા ગાળાની જગ્યાઓ અને યોજનામાં આઉટ સોર્સ ના થાય અને તેવા તમામ કર્મચારીઓને સરકારના પ્રવાહમાં સમાવવામાં આવે વધુમાં એ પણ જણાવ્યું છે કે ભારત સરકારને રાજ્ય સરકાર દ્વારા લઘુતમ વેતન મુજબ પગાર ચૂકવવાનો આગ્ર રાખવામાં આવતો હોય છે ત્યારે આ કંપનીઓ એજન્સીઓ કર્મચારીઓને પણ લઘુત્તમ વેતન મુજબ પગાર શા માટે ચૂકવતી નથી.? જેથી આઉટ સોર્સિંગના કર્મચારીઓને સરકાર દ્વારા એજન્સીઓ મારફત ચૂકવવામાં આવતું વેતન જોડ સીધું જ આઉટસોર્સિંગ કર્મચારીઓના ખાતામાં ડીબીટી મારફતે સરકારના ધારા ધોરણ મુજબ ચૂકવવાનું થાય તેવી પણ માંગ કરવામાં આવી છે. જો તા.23 શુક્રવાર સુધીમાં અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે કે કોઇ નિરાકરણ નહીં આવે તો હાલે આઉટ સોર્સ કર્મચારી યુનીયન (મંડળ), ગુજરાત જનતા જાગૃતિ મંચ, ગાંધીનગર દ્વારા ગુજરાતના તમામ જિલ્લાના આઉટસોર્સ કર્મચારીઓ પોતાની માંગણી નહીં સ્વીકારતા હડતાલમાં જોડાયા છે. તેમ મોરબી જિલ્લાના આઉટ સોર્સ કોન્ટાકટ કર્મચારીઓને હડતાલમાં જોડાવવાનું હોઇ, જેથી તા. 26ને સોમવારથી મોરબી જિલ્લાના તમામ આઉટ સોર્સ કર્મચારીઓએ કચેરી કામગીરીથી અડગા રહીને અચોક્કસ મુદતની હડતાલ પર જવાની ચીમકી આપી છે.