મોરબી જીલ્લા માલધારી સમાજના અગ્રણીની દૂધની હડતાલમાં પ્રેરણાદાયી કામગીરી મોરબી : ગઈકાલે સમગ્ર રાજ્યમાં જયારે માલધારી સમાજ દ્વારા દૂધ વિતરણની કામગીરી ઠપ કરવામાં આવેલ જેના કારણે અનેક ગૃહિણી ડેરીઓ તેમજ ચાની હોટલો સહિતના લોકોને ભારે મુશ્કેલી પડી હતી. જોકે દૂધ ખોટી રીતે વેડફાય ન જાય એ માટે મોરબી જીલ્લા માલધારી સમાજના અગ્રણીએ દૂધની હડતાલમાં પ્રેરણાત્મક કામગીરી કરી પોતાનું દૂધ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને પ્રસૂતાને આપ્યું હતું. દૂધની હડતાલ દરમિયાન સોશ્યલ મીડિયા તેમજ ન્યૂઝ ચેનલો પર ઘણા એવા વિડિઓ પણ ફરતા થયાં હતા કે જેમાં દૂધ વિતરણ કરતા લોકો દૂધ નદીઓમાં રેડી પોતાનો રોસ વ્યક્ત કરતા નજરે પડતા હતા. આ સમાચાર મોરબી જીલ્લાના માલધારી સમાજના અગ્રણી રમેશભાઈ હાજાભાઇ સીયારાના નજરે પડતા તેમને એક પ્રેણાત્મક વિચાર આવ્યો તેનો પરિવાર પણ દૂધના વ્યવસાય સાથે વર્ષોથી સંકળાયેલો છે એટલે એમને પણ સમાજ સાથે રહીને દૂધ વિતરણ નહિ કરવાનો સંકલ્પ કરેલ પણ એ દૂધ વ્યર્થના જાય કે એનો ખોટો વ્યય ના થાય એટલા માટે પોતાના પશુઓનનું દૂધ મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ અને ખાસ પ્રસુતિ વિભાગમાં આ દૂધ વિતરણ કરીને એક માનવતાનું શ્રેષ્ઠ અને પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પડ્યું હતું. એમના આ કાર્યમાં તેમના સાથી મિત્રો ગૌતમભાઈ સોલંકી, લાલુભા ઝાલા, હર્ષદભાઈ પ્રજાપતિ, લાલાભાઇ ભરવાડ, ભીખાભાઇ સોલંકી સહિતના જોડાયા હતા.