મોરબીમાં 82 હજાર પૈકી માત્ર 13474 કરદાતાઓએ આ વર્ષે 5.93 કરોડ વેરો ચુકવ્યો, હજુ પણ 24 કરોડ જેવી વસુલાત બાકી મોરબી : મોરબી નગરપાલિકાએ વેરા વસુલાત માટે ખુદ આસામીઓ આકર્ષિત થઈને આગળ આવે તે માટે વ્યાજમાફી અને ખાસ રિબેટ યોજના અમલમાં મૂકી છે. પણ પાલિકાએ વ્યાજમાફી, રીબેટમાં અડધા કરોડ માફ કર્યા છતાં લોકોનો પ્રતિસાદ નબળો મળ્યો છે.જેમાં મોરબીમાં રિબેટ યોજના પૂર્ણ થવામાં છતાં માત્ર 17 ટકા જેટલી વેરા વસુલાત થઈ શકી છે. 82 હજાર પૈકી માત્ર 13474 કરદાતાઓએ આ વર્ષે 5.93 કરોડ વેરો ચુકવ્યો અને હજુ પણ 24 કરોડ જેવી વસુલાત બાકી રહી છે. મોરબી પાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ માટે 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી કરવેરા ઉપર 10 ટકા રાહતની રિબેટ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ રિબેટ યોજના હવે પુરી થવાની તૈયારી હોવા આ યોજનાનો બહુ ઓછા લોકોએ લાભ લીધો છે. ચાલુ વર્ષમાં પાલિકા દ્વારા કુલ રૂ.29. 76 કરોડના કરવેરાના આકરણી કરવાની હોય તેમાંથી રિબેટ યોજનાને લઈને રૂ 5.93 કરોડના કરવેરાની આવક થઈ છે. જો કે હવે આ યોજના પુરી થવાના હવે થોડા દિવસો બાકી રહ્યા છે. આ રિબેટ યોજના અને માફી યોજનામાં રૂ.57.44 લાખ લોકોને આપ્યા છે. જ્યારે વ્યાજમાફી મેં સુધી હતી. આથી પાલિકાએ વ્યાજમાફી, રીબેટમાં અડધા કરોડ ઉપરની રાહત આપી છે. મોરબીમાં કુલ 82 હજાર જેટલા આસામીઓમાંથી અત્યાર સુધીમાં 13474 જેટલા કરદાતાઓ પાસેથી રૂ.5.93 કરોડના કરવેરાની વસુલાત કરવામાં આવી છે.