મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસ ફરી નોંધાવવા લાગ્યા છે. આજે નવા બે કેસ નોંધાયા છે. જેને પગલે એક્ટિવ કેસની સંખ્યા 6 થઈ ગઈ છે. મોરબી જિલ્લા આરોગ્ય તંત્ર એ આજે 368 જેટલા દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાંથી મોરબી ગ્રામ્યના બે દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જો કે આજે જુના કોઈ દર્દી ડિસ્ચાર્જ થયા નથી. નવા કેસ ઉમેરાતા આજે એક્ટિવ કેસનો આંક 4 થી વધીને 6 થઈ ગયો છે.