મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દ્વારા મામલતદારને રજૂઆત માળીયા : ચોમાસાના કારણે સ્ટેટ હાઇ-વેથી માળીયા ગામને જોડતો મુખ્ય રોડ ધોવાઈ જતા લોકોને અવર-જવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેથી મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દ્વારા મામલતદારને રજૂઆત કરી તાત્કાલિક રોડ બનાવવા રજુઆત કરી છે. મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા હાઇ-વેથી માળીયા ગામ સુધીનો રોડ બિસ્માર હાલતમાં હોવાને કારણે લોકોને આવવા જવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી તાત્કાલિક રોડ બનાવવા માંગ કરી છે. વધુમાં ચોમાસામાં ભારે વરસાદને કારણે રોડ તુટી ગયેલ છે. ત્યારે તુટેલ રોડ રસ્તાના કારણે વાહનચાલકો અને લોકોને મુશ્કેલી પડતી હોવાનું રજુઆતમાં જણાવાયું છે. આ ખરાબ રોડને કારણે અકસ્માત થવાનો ભય પણ તોળાઈ રહ્યો હોય માળીયા હાઇ-વેથી માળીયા ગામને જોડતો રસ્તાને તાત્કાલિક અસરથી બનાવવામાં આવે તેવી માંગ મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતિભાઈ જે. પટેલ દ્વારા મામલતદારને લેખિત રજુઆત રૂપે કરવામાં આવી છે.