માળીયા (મી.): શ્રી ભવાની ગરબી મંડળ- ખાખરેચી દ્વારા આગામી તારીખ 28 સપ્ટેમ્બરને બુધવારના રોજ ત્રીજા નોરતે રાત્રે 10 કલાકે ખાખરેચી ગામે રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકની બાજુમાં નાટક અને કોમિક ભજવવામાં આવશે. શ્રી ભવાની ગરબી મંડળ- ખાખરેચી દ્વારા ગામમાં મહાન ઐતિહાસિક નાટક પૃથ્વીરાજ ચૌહાણ અને હાસ્યનો હાહાકાર મચાવવા રઘળો નામનું કોમિક ભજવવામાં આવશે. તો આ નાટક અને કોમિક નિહાળવા જાહેર જનતાને આમંત્રણ પાઠવાયું છે.