એલસીબી ટીમે પાડેલા દરોડામાં રોકડા રૂપિયા 97 હજાર કબ્જે મોરબી : મોરબી એલસીબી ટીમે આજે બપોરના સમયે નવા બસસ્ટેન્ડ નજીક આવેલ કર્મચારી સોસાયટીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલ ત્રિપુટીને રોકડા રૂપિયા 97 હજાર સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમના કોન્સ્ટેબલ સંજયભાઈ રાઠોડ, ભરતસિંહ ડાભી અને ભગિરથસિંહ ઝાલાને મળેલ બાતમીને આધારે નવા બસસ્ટેન્ડ નજીક આવેલ કર્મચારી સોસાયટીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા પ્રવિણભાઇ અંબારામભાઇ વિડજા, રહે. સરકારી કર્મચારી સોસાયટી, મોરબી, વિશાલ વલમજીભાઇ જીવાણી, રહે. ઘુનડા, તા.ટંકારા અને હાર્દિકભાઇ હરેશભાઇ ઝાકાસણીયા, રહે. અંજની પાર્ક, રવાપર રોડ,મોરબી વાળાને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 97 હજાર સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. આ સફળ કામગીરી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, પીએઆઈ એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમ, AHTU મોરબીના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતી.