મોરબી : સવાર અને સાંજના નાસ્તામાં દરરોજ અવનવી વાનગીઓ મળે તો ઘરના નાના બાળકોથી માંડીને મોટો સૌ લોકોને મજા પડી જાય. મહિલાઓ દરરોજ શું નવું બનાવવું તે અંગે ચિંતિત હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું નાસ્તા માટેની એક સ્વાદિષ્ટ અને હેલ્થી રેસિપી.. જેનું નામ છે વેજીટેબલ ટિક્કી. ઓછા મસાલા અને શાકભાજીમાંથી બનતી આ વાનગી કેવી રીતે બનાવશો તેની જાણી લો રેસિપી.. સામગ્રી:- બ્રેડના ટુકડા, બાફેલા બટાકા, ડુંગળી બારીક સમારેલી, કેપ્સીકમ સમારેલ, ગાજર છીણેલું, મીઠી મકાઈ, લીલા મરચા બારીક સમારેલા, ધાણાના પાન, સમારેલા, લીંબુ સરબત, સ્વાદ માટે મીઠું, મરચાંનો ભૂકો, ચાટ મસાલો, તાજી પીસી કાળા મરી, સોજી, તેલ ટિક્કી બનાવવાની રીતઃ વેજીટેબલ ટિક્કી બનાવવા માટે બ્રેડને પીસીને પાવડર બનાવી લો. બટાકાને બાફી લો અને પછી બાફેલા બટાકાને મેશ કરો. ડુંગળી અને કેપ્સિકમને બારીક કાપો, ઉપરાંત ગાજરને છીણી લો. લીલા મરચાં અને લીલા ધાણાને પણ બારીક સમારી લો. બનાવવાની રીતઃ તેને બનાવવા માટે રવા અને તેલ સિવાય બધું બરાબર મિક્સ કરો. ત્યારબાદ હાથ પર તેલ લગાવી નાની ગોળ ટિક્કી બનાવો. હવે એક વાસણમાં સોજી લો અને પછી ટિક્કીને કોટ કરો. હવે જ્યારે બધી ટિક્કી તૈયાર થઈ જાય તો તેને તળી લો. તમે તેને તવા પર થોડું તેલ લગાવીને પણ સારી રીતે તળી શકો છો.