રેન્જ ડીઆઈજી સંદીપ સિંઘે મોરબી જિલ્લા પોલીસની એક વર્ષની કામગીરીનું કર્યું ઇન્સ્પેકશન મોરબી : રેન્જ ડીઆઈજી સંદીપ સિંઘે મોરબી જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેકશન દરમ્યાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ ઇન્સ્પેકશનમાં જિલ્લામા ખૂન, લૂંટ, ચોરીના ગુના ઘટ્યા, જ્યારે હથિયાર, જુગાર અને દારૂના કેસ વધ્યા હોવાનું સામે આવ્યું હતું. એકંદરે જિલ્લા પોલીસની કામગીરી સારી રહી હોય રેન્જ ડીઆઈજીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. રાજકોટ વિભાગ પોલીસ મહાનિરીક્ષક સંદિપ સિંઘે મોરબી જિલ્લાનું વહીવટી તથા ક્રાઇમ સબંધી વાર્ષિક ઇન્સ્પેશનન કર્યું હતું. જેમાં તેઓ દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાનની મોરબી જિલ્લા પોલીસની કામગીરીનું મુલ્યાંકન કરેલ તેમજ કચેરીની વિઝીટ લઇ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓની પર્સનલ કામગીરીથી માહીતગાર થઇ અધિકારીઓની કામગીરીનું મુલ્યાંકન કરેલ હતું. આ સાથે જિલ્લાના પોલીસ કર્મચારીઓને સાંભળી તેઓના નાના-મોટા પ્રશ્નોનુ નિરાકણ કરવાની કાર્યવાહી કરી હતી. એક વર્ષમાં કેવા ગુના ઘટ્યા ? ખૂનના ગુનામાં 42 % નો ઘટાડો લૂંટના ગુનામાં 60 % નો ઘટાડો ઘરફોડ ચોરીના ગુનામાં 10%નો ઘટાડો ઇજાના ગુનામાં 11 % નો ઘટાડો એક વર્ષમાં કેવા ગુના વધ્યા ? હથિયાર ધારાના ગુના શોધી કાઢવામાં 42 % નો વધારો જુગાર ધારાના ગુના શોધી કાઢવામાં 12 % નો વઘારો પ્રોહીબિશન ધારાના ગુના શોધી કાઢવામાં 15 % વધારો પ્રોહી. કલમ -93 તળેના કેસો શોધી કાઢવામાં 21%નો વધારો CRPC કલમ 107ના કેસો શોધી કાઢવામાં 16 % નો વધારો( બોલાચાલી- સુલેહભાંગ) અન્ય કામગીરી CRPC કલમ 109ના કેસો શોધી કાઢવામાં 37% નો વધારો -(શંકાસ્પદ વ્યક્તિ) તડીપારના કેસો શોધી કાઢવામાં 20 % નો વધારો GP એકટ કલમ 122ના કેસો શોધી કાઢવામાં 192% નો વધારો ( શંકાસ્પદ હાલત ) GP એકટ કલમ 124ના કેસો શોધી કાઢવામાં 125% નો વધારો (પુરાવા વગરનો માલ પકડ્યો ) પાસા તળેના કેસો શોધી કાઢવામાં 8 % વધારો