મોરબી : મોરબી જિલ્લાની કોઠારિયા સ્થિત જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 થી 9 ના કુલ 260 વિદ્યાર્થીઓની હાજરીમાં આનાપાન ધ્યાન શિબિર યોજાઈ હતી.ભગવાન બુદ્ધે આપેલી વિપશ્યના સાધના અંતર્ગત આનાપાન અને મૈત્રી સાધનાના અભ્યાસનું મહત્વ છે. આ કાર્યક્રમમાં બાળકો અને શિક્ષકો જોડાયા હતા. મોરબીની જવાહર નવોદય વિદ્યાલયમાં બાળકોની એકાગ્ર શક્તિ વધે, મન મસ્તિક ફળદ્રુપ બને અને સ્વને ઓળખે તેમજ કાર્ય શક્તિમાં વધારો થાય તે ઉદ્દેશ્યથી ધોરણ 6 થી 9 ના કુલ 260 વિદ્યાર્થીઓ માટે આનાપાન ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પી.ટી. ટીચર ચંદ્રિકાબેને વિપશ્યના સાધનાનો પરિચય આપ્યો હતો. જેમાં મુખ્ય વાહક તરીકે લેખક કવિ વિપસી સાધક એવા શૈલેષભાઈ કાલરીયાએ યોગ ગુરુની ભૂમિકા ભજવી અને બાળકોને પ્રેરણા મળે તેવી વાચન અને ધ્યાનની વાત મૂકી હતી. હમેશા માટે 10 મિનિટ અભ્યાસ કરવાનો સંકલ્પ લીધો. આ શિબિરના આયોજન માટે દિલીપભાઈ બારૈયા અને ભરતભાઈ બોપલિયાએ જહેમત ઉઠાવી હતી. શિબિર માટે જરૂરી વ્યવસ્થા શાળાના આચાર્ય પટેલભાઈ અને સાથી શિક્ષકમિત્રો કરી હતી.