હળવદ : હળવદમાં રૂ.૨.૧૦ લાખના ચેક રિટર્ન કેસ આજે હળવદની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને આ કેસમાં દોષિત ઠેરવી તેને છ માસની કેદની સજા ફટકારી હતી. હળવદના ગોરી દરવાજા વિસ્તારમાં રહેતા રમેશભાઈ નાનજીભાઈ દલવાડી એ રૂા.૨,૧૦,૦૦૦ હળવદના નવા અમરાપર (પ્રકાશનગર)માં રહેતા રમણીકભાઈ શંકરભાઈ જાદવને હાથ ઉછીના આપેલ હતા અને તેની સામે રમણીકભાઈ શંકરભાઈ જાદવએ એચ.ડી.એફ.સી. બેંક હળવદ શાખાનો ચેક આપેલ હતો જે ચેક રિટર્ન થતા રમેશભાઈ નાનજીભાઈ દલવાડીએ નોટીસ આપી હળવદની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસ હળવદના મહે.પ્રિ.એડી.ચીફ જયુ. મેજી. ગજજરની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી રમણીકભાઈ શંકરભાઈ જાદવને છ માસની કેદની સજા તેમજ દંડ રૂા.૨,૧૦,૦૦૦ ફરીયાદીને આપવા તેમજ રૂા.૫,૦૦૦ સરકારમાં જમાં કરાવવા તેમજ દંડ ભરવામાં કસુરવાર ઠરે તો વધુ એક માસની કેદની સજા કરવા હુકમ કર્યો છે. આ કેસમાં ફરીયાદીના એડવોકેટ તરીકે રઘુવીરસિંહ જે. ઝાલા રોકાયેલ હતા.