ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની મોરબી મુલાકાત પૂર્વે અનેક નેતાઓ નજરકેદ કરાયા મોરબી : મોરબીમાં આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના રોડ શો પૂર્વે આંદોલન કરી રહેલા ખેડૂતો કોઈ વિરોધ પ્રદર્શન ન કરે તે હેતુથી મોરબી જિલ્લા કિસાન સંઘના અધ્યક્ષને તેમજ કોંગ્રેસ આગેવાનને નજર કેદ કરી લેવામાં આવ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ના મોરબી રોડ શો ને પગલે ખેડૂતો કે કિસાન સંઘ દ્વારા કોઈ વિરોધ કરવામાં ન આવે તે હેતુથી ભારતીય કિશાન સંઘના મોરબી જિલ્લા અધ્યક્ષ જીલેશ કાલરીયાને વિરપર નજીક ફેક્ટરીની ઓફિસમાં નજર કેદ કરવામાં આવ્યા છે. ઉપરાંત કોંગ્રેસ અગ્રણી દેવેન્દ્રસિંહ જાડેજા સહિત અનેકને નજર કેદ કરાયા હોવાનું જાણવા મળ્યું છે.