દયાનંદ સરસ્વતી જન્મભુમિ સ્મારકના દર્શન કરી રાત્રી રોકાણ ટંકારા કરશે મોરબી : ભારતીય સંસ્કૃતિને જાણવા સાયકલ લઈને નીકળેલ સાયકલવીર આજે મોરબીની મુલાકાત લીધી હતી.જેમાં વિવિધ સ્થળોની મુલાકાતની સાથે તેમને સરસ્વતી શિશુ મંદિરની મુલાકાત લીધી હતી, મોરબી મુલાકાત બાદ આજે રાત્રી રોકાણ ટંકારા કરશે. ભારતીય સંસ્કૃતિ અને વિરાસતને જાણવા ચંદીગઢથી અમિત ત્યાગી સાઇકલ દ્વારા ભારત ભ્રમણ કરવા નીકળેલ છે તેઓ શ્રીલંકા, બાંગ્લાદેશ થઈને છેલ્લે ઓસ્ટ્રેલિયાનો સાયકલથી પ્રવાસ કરનાર છે. જેઓ આજે તા.20ને મંગળવારના રોજ મોરબીમાં પતંજલિ યોગ સમિતિના યુવા પ્રભારી સંજયભાઈ રાજપરાને સાથે રાખી સરસ્વતી શિશુ મંદિરની મુલાકાત લીધી હતી. જેમાં વ્યવસ્થાપક જયંતિભાઈ રાજકોટિયા, મહેશભાઈ જાની, નિયામક સુનિલભાઈ પરમાર સાથે મુલાકાત કરી વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી અને શાળાના પરિસરને નિહાળ્યું હતું. આજે તેમણે ભારત માતા મંદિર, 52 શક્તિપીઠ, યજ્ઞશાળા, ગૌશાળા,ઔષધીય વૃક્ષો નિહાળી શાળામાં ચાલતી વૈદિક અને વ્યક્તિ વિકાસલક્ષી પ્રવૃત્તિને બિરદાવી હતી બાદમાં તેઓ દયાનંદ સરસ્વતી જન્મભૂમિ, ટંકારા જવા માટે પ્રયાણ કરેલ છે. આજે તેઓ દયાનંદ સરસ્વતી જન્મભુમિ સ્મારકના દર્શન કરી રાત્રી રોકાણ ટંકારા ખાતે કરશે.