અચાનક ટ્રક બેકાબુ બનતા પહેલા ડિવાઈડર ઉપર ચડી ગયા બાદ ઘેટાંનો ભોગ લીધો વાંકાનેર : વાંકાનેર નજીક હસનપરના પુલ ઉપર ગઈકાલે એક ટ્રક અચાનક બેકાબુ બનીને ત્યાંથી પસાર થતા ઘેટાંના ટોળા ઉપર ફરિયાદ વળતા 10 ઘેટાના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા હતા. આ કરુણ બનાવથી માલધારી શોક મગ્ન બની ગયો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર મોરબી નેશનલ હાઇવે ઉપર હસનપરના પુલ ઉપર માલધારી ઘેટાંના ટોળા લઈને પસાર થઈ રહ્યો હતો. બરાબર તે સમયે સામે ભંગાર ભરીને આવતો ટ્રક અચાનક બેકાબુ બનીને ત્યાં ડિવાઈડર સાથે અને એક વાહન સાથે અથડાયા બાદ બેકાબુ બનેલા આ ટ્રક ચાલકે ઘેટાના ટોળાને હડફેટે લઈને 10 ઘેટાની કચડી નાખ્યા હતા. 10 જેટલા ઘેટાંના સ્થળ ઉપર જ મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી.