મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂ ઝડપી લેવાની બે અલગ અલગ કાર્યવાહીમાં રવાપર રોડ ઉપર રાજ બેન્ક નજીકથી મુસ્તાકભાઈ બિલાલભાઈ શેખ, રહે. કાલીકા પ્લૉટ રાજ બેંક વાળી શેરી વાળાને મેકડોવેલ નંબર વનની એક બોટલ કિંમત રૂપિયા 375 તેમજ અજયભાઈ અશ્વીનભાઈ સોલંકી, રહે. શનાળા રોડ ગુ.હા.બોર્ડ મોરબી વાળાને રામ ચોકના ઢાળીયા પાસેથી બ્લેન્ડર સ્પ્રાઈડ દારૂની એક બોટલ કિંમત રૂપિયા 850 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.