'ઓઝોનનું માનવ જીવનમાં મહત્વ' વિશે વકતૃત્વ સ્પર્ધા યોજાઈ મોરબી : ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ - પ્રાદેષિક કચેરી મોરબી અને નવોદય વિધાલય - ઘુંટુના સંયુક્ત ઉપક્રમે નવોદય વિધાલય ખાતે વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરવામા આવી હતી. આ ઉજવણીના ભાગરુપે શાળાના બાળકો વચ્ચે “ઓઝોનનુ માનવ જીવનમાં મહત્વ” વિશે વકતૃત્વ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં શાળાના બાળકોએ ઓઝોન વિષે વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમાં બાળકોને પોતાની વાકછટા મુજબ નંબર આપવામાં આવેલા હતા. કુલ ૨૦ બાળકોએ ભાગ લીધો હતો અને તેમાંથી ૫ બાળકોને પસંદ કરીને બક્ષીસ આપીને બીરદાવ્યા હતા.આ ઉપરાંત શાળાના બાળકો દ્રારા ઇકો બ્રીક્સ બનાવવાનુ અભિયાન હાથ ધરાયું હતુ. જેમાં પ્લાસ્ટીકની વેસ્ટ બેગ, વેસ્ટ પોલિથીન કચરો ભેગો કરીને પ્લાસ્ટીકની વેસ્ટ બોટલમાં ઠાંસી ઠાંસી ભરીને ઇકો બ્રીક્સ બનાવીને પર્યાવરણનુ અદકેરુ જતન કરવા માટે પ્રેરણાદાયી કાર્ય કરાયું હતુ. કાર્યક્રમમાં જીપીસીબી મોરબીના અધિકારીઓ હાજર રહયા હતા. તેમજ શાળાના સંચાલક ગણ કિરીટભાઇ સાણજા, પરસોતમભાઇ કૈલા, મહેશભાઇ બોપલિયા, કાંતિલાલ ચાવડા તથા શિક્ષકગણ તથા હરેશભાઇ બોપલિયાએ ભારે જહેમત ઉઠાવી હતી