મોરબીઃ આજ રોજ તારીખ 19 સપ્ટેમ્બરના રોજ મોરબીના નવલખી રોડ પર આવેલા શ્રદ્ધા પાર્કના અલ્પાબેન કક્કડ તેમજ શ્રદ્ધા પાર્ક યમુના નગર ગોપી મંડળ દ્વારા લમ્પી વાયરસથી પીડિત ગૌમાતા તેમજ ગૌવંશ માટે 80 કિલો શુદ્ધ ઘીમાં લાડુ બનાવવામાં આવ્યા હતા. આ સેવા કાર્યમાં શ્રદ્ધા પાર્કના સેવાભાવીઓ જોડાયા હતા.