સામાજિક કાર્યકર દ્વારા કલેકટરને રજૂઆત કરાઈ મોરબી : મોરબીના વોર્ડ નં.૧૧માં લાયન્સ નગરમાં નવા રોડનું કામ અધવચ્ચે અધૂરું પડ્યું છે જેથી સ્થાનિકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.આ રોડમાં જે મટીરીયલ વાપરવું જોઈએ તે ન વાપરતા હોવાના અને તેમાં પણ ભ્રષ્ટાચાર થતાના આક્ષેપો લગાવામાં આવ્યા છે.આથી સામાજિક કાર્યકર દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. શનાળા બાયપાસ પાસે આવેલ વોર્ડ નંબર- ૧૧માં હાલ નવા બનતા રોડનું કામ અટવાયેલ છે જે ફરી ચાલુ કરવા સ્થાનિક વેપારી તેમજ રહીશોની માંગ ઉઠાવી છે. નવા બનતા રોડમાં જે મટીરીયલ નિયમ મુજબ વાપરવાનું હોય તે વાપરવામાં ન આવતા આ કામ બંધ છે.કરોડોના ખર્ચે રોડ બનતો હોય ત્યારે આ રોડ પર ઘણી દુકાનો આવેલ છે.જેથી દુકાને આવતા ગ્રાહકોને પણ તકલીફ પડે છે. નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય પગલા લેવામાં આવતા નથી.રોડ પર માટીના ઢગલા તેમજ પાણી ભરાયેલા છે.આ વિસ્તાર લાયન્સનગર મેઈન રોડનું કામ પૂરું થાય તો આ વિસ્તારના વેપારી તેમજ સ્થાનિકોને પડતી મુશ્કેલીનો નીવરણ આવે તેવી અપીલ સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ કલેકટરને કરી છે.