મોરબી : મોરબી પેરોલ ફર્લો સ્કવોડ, એલ.સી.બી.ની ટીમે બાતમીના આધારે મોરબી, સુરેન્દ્રનગર તથા વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકના દેશી વિદેશી દારૂના ૧૧ જેટલા ગુનામાં સંડોવાયેલ અને ૭ ગુનામાં છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા નામચીન બુટલેગરને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ. પૃથ્વીરાજસિંહ જાડેજા દશરથસિંહ ચાવડાને ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી જિલ્લાના મોરબી તાલુકા, વાંકાનેર તાલુકા, વાંકાનેર સિટી પોસ્ટે, તથા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશનના દેશી વિદેશીદારૂના સાત ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા અને મોરબી, સુરેન્દ્રનગર, વલસાડ જિલ્લામાં દારૂના ૧૧ જેટલા ગુન્હામાં સંડોવાયેલો આરોપી બળવંતભાઇ જીવણભાઇ સાપરા (રહે. ચોટીલા જિ, સુરેન્દ્રનગર) હાલે સુરેન્દ્રનગર ખાતે હોવાની ચોક્કસ હકિકત મળતા જે હકીકત આધારે સ્ટાફના માણસો સાથે સુરેન્દ્રનગર, વિમલનાથ સોસાયટી, નેમીનાથ ફલેટની પાછળ, તપાસ કરતા આરોપી બળવંતભાઇ જીવણભાઇ સાપરા મળી આવતા તેને ઝડપી લીધો હતો.