મોરબી : મોરબીના સામાંકાંઠા વિસ્તારમાં જવા માટે મુખ્યમાર્ગ નટરાજ ફાટકથી જૂની પીપીડબ્લ્યુ પોસ્ટઓફિસ રોડની વચ્ચે આવેલા એક આંબલીના વૃક્ષમાંથી ગઈકાલે સાંજે મસમોટી ડાળખી રસ્તા ઉપર આડી પડી જતા વાહન વ્યવહારને ભારે અસર થઈ રહી છે. કારણ કે હજારો વાહનોની અવરજવર ધરાવતા આ મુખ્યમાર્ગ ઉપર વૃક્ષની મસ મોટી ડાળખી આડી પડી હોવાથી ત્યાંથી વાહન ચાલકોને નીકળવામાં ભારે મુશ્કેલી પડે છે તેને કારણે ટ્રાફિકજામ પણ થાય છે. જો કે, આ વૃક્ષમાંથી આ મસમોટી ડાળખી આપમેળે બટકીને રોડ ઉપર પડી ગઈ કે કોઈએ જાણી જોઈને કાપીને અહીં ફેંકી દીધી ? તે વિશે જાણવા મળ્યું નથી.