84 હજાર રોકડા સાથે 6 જુગારીઓને ઝડપી લેતી વાંકાનેર તાલુકા પોલીસ વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુવા નજીક એક બંધ ફેક્ટરીમા તાલુકા પોલીસ ટીમે દરોડો પાડી જુગારની મજા માણી રહેલા 6 જુગારીઓને રોકડા રૂપિયા 84,000 સાથે ઝડપી લીધા હતા. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં ભવાની કાંટા વાળા રસ્તે આવેલ જયકો નામના બંધ કારખાનામાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડતા બંધ ફેકટરીમાં જુગાર રમી રહેલ સંજયભાઇ રૂગનાથભાઇ ગોપાણી, રહે-મોરબી પંચાસર રોડ રાજનગર સોસાયટી, શામજીભાઇ ઉર્ફે સોમાભાઇ વસ્તાભાઇ ચૌહાણ, રહે-નવાગામ લગધીરનગર તા-જી-મોરબી, રજનીકાંતભાઇ અવચરભાઇ ગોપાણી, રહે-અવની ચોકડી મોરબી ઉમા ટાવર-૨૧૧ મોરબી, નયનભાઇ જેન્તીભાઇ મકવાણા, રહે-મોરબી ધર્મસીધ્ધી સોસાયટી નીત્યાનંદ સોસાયટીની બાજુમા મોરબી, મુળ ગામ થાનીયાણા તા.માણાવદર જી.જુનાગઢ, પંકજભાઇ ભુદરભાઇ સંધાણી, રહે-મોરબી રવાપર રોડ લોટસ બી-૪૦૧ ફલોરાની બાજુમા મોરબી અને રાજેશભાઇ કેસુભાઇ અઘારા, રહે-મોરબી રવાપર રોડ ફલોરા જી-૭૧૩ મોરબી વાળા જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂપિયા 84,000 કબ્જે કરી જુગારધામ સંચાલક સંજયભાઇ રૂગનાથભાઇ ગોપાણી સહિત તમામ જુગારીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.