રાજયમંત્રી બ્રિજેશ મેરજા અને તેમના પરિવાર દ્વારા પોતાના પુત્રને શ્રદ્ધાંજલિ આપવા અને વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છા આપવા સરાહનીય સેવાકાર્ય હાથ ધરાયુ મોરબી : મોરબીના ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશ મેરજાના અકસ્માતમાં મૃત્યુ પામેલા પુત્ર ડો પ્રશાંત મેરજાની સ્મૃતિમાં અનેક સેવાકીય પ્રવૃતિઓ કરાતી હોય પણ આ વખતે સિવિલ હોસ્પિટલમાં દર્દીની સાથે રહેતા તેમના સગાને નિઃશુલ્ક ભોજન સુવિધા પૂરી પડવાનું સેવાકાર્ય હાથ ધર્યું છે અને આજથી ડો પ્રશાંત મેરજા ફાઉન્ડેશન દ્વારા સિવિલ હોસ્પિટલમાં દર્દીની સાથે રહેતા એક સગાને બે ટંક ભોજન આપવાની સેવા શરૂ કરવામાં આવી છે. મોરબીના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાના જયેષ્ઠ પુત્ર ડૉ. પ્રશાંતનુ વર્ષ ૨૦૦૮ માં ૨૩ વર્ષની ભર યુવાનીમાં અવસાન થતાં તેમની સ્મૃતિમાં ડૉ. પ્રશાંત મેરજા ફાઉન્ડેશન થકી જુદી - જુદી માનવીય સેવાઓની પ્રવૃતિઓ જેવી કે સર્વરોગ નિદાન કેમ્પ, દર્દીઓને દવાઓ સાથે ફ્રી સારવાર કેમ્પ, ખેલકૂદમાં બેડમિન્ટન રમતવીરોને પ્રોત્સાહિત કરવા અપાતાં શિલ્ડ જેવી પ્રવૃતિઓ થતી રહે છે તેમાં એક નવી સેવા પ્રવૃતિઓનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે. મોરબીની સરકારી હોસ્પીટલમાં દર્દી સાથે રહેનાર એક સગાને પૌષ્ટીક અને આરોગ્યલક્ષી તાજું ભોજન નિઃશુલ્ક આપવાનું શરૂ કરવામાં આવ્યું છે . મંત્રી બ્રિજેશ મેરજાએ પોતના પુત્રની સ્મૃતિમાં અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની એક શુભેચ્છારૂપે ડૉ. પ્રશાંત મેરજા ફાઉન્ડેશન થકી ગરીબ દર્દીઓના સગાને ભોજન આપવા નિર્ણય કર્યો છે. તે મુજબ મોરબી ખાતેની સરકારી હોસ્પીટલમાં ગરીબ દર્દીના એક સગાને દરરોજ બપોરે તમજ સાંજે એમ બે ટંક ની:શુલ્ક ભોજન ડૉ. પ્રશાંત મેરજા ફાઉન્ડેશન દ્વારા અપાશે. આમ ગરીબો માટેની ડૉ. પ્રશાંત મેરજાની સેવાની મહેચ્છાને બ્રિજેશ મેરજા પરિવાર આ રીતે આગળ ધપાવી રહ્યો છે. જે લોકસેવાનું એક વધુ સ્તુત્ય પગલું બ્રિજેશ મેરજા દ્વારા ભરાયું છે જેને તેમના બહોળા ચાહક વર્ગે આવકાર્યું છે.