મોરબી : મોરબી એલસીબી અને સ્થાનિક પોલીસે ગઈકાલે દારૂના ધંધાર્થીઓ ઉપર તવાઈ ઉતારી હતી જેમાં ત્રણ સ્થળે લાખોનો દારૂ ઝડપાયાની સાથે સીટી એ ડિવિઝન પોલીસે શનાળા ગામે બે રહેણાંકમાં દરોડા પાડી રૂ.25,120નો દારૂ બિયરનો જથ્થો ઝડપી લઈ એક આરોપીને દબોચ્યો હતો જ્યારે એક ફરાર દર્શાવાયો છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે શનાળા ગામે આરોપી વીકીભાઈ નારણભાઈ નાટડા અને નરેદ્રભાઈ દાનાભાઈ ચૌહાણના રહેણાંકમાં દરોડો પાડી પાસ પરમીટ કે આધાર વગર અલગ અલગ બ્રાન્ડ ની કુલ બોટલો નંગ-૩૩ કિમત રૂ.૨૪૫૨૦ તથા બિટર ટીન નંગ-૦૬ કિ.રૂ.૬૦૦ સાથે કુલ રૂ.૨૫૧૨૦નો મુદામાલ ઝડપી લીધો હતો. દરોડા દરમિયાન વિકી નામનો આરોપી પકડાઈ ગયો હતો જ્યારે નરેન્દ્રને ફરાર દર્શાવી પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.