ગોંડલના વિભાગીય પોલીસવડા પી.એ.ઝાલા મોરબી મુકાયા મોરબી : રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આજે 82 નાયબ પોલીસ અધિક્ષકની બદલી કરવા હુકમ કરાયા છે જે અન્વયે મોરબીના મદદનીશ જિલ્લા પોલીસ વડા આઇપીએસ અતુલ બંસલને મદદનીશ પોલીસ કમિશનર તરીકે અમદાવાદ બદલી કરવામાં આવી છે તેમના સ્થાને ગોંડલના વિભાગીય પોલીસવડા પી.એ.ઝાલાને મોરબી મુકવામાં આવ્યા છે.