સવારે ૭:૩૦ થી બપોરના ૩:૩૦ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે મોરબી : નવા કામની કામગીરી તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી મોરબીના વસંત પ્લોટ, કાયાજી પ્લોટ સહિતના અનેક વિસ્તારમાં આવતીકાલે રવિવારે સવારે ૭:૩૦ થી બપોરના ૩:૩૦ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. મોરબીમાં તા.૧૮ને રવિવારના રોજ નવા કામની કામગીરી તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી ટેલીકોમ ફીડર સવારે ૭:૩૦ થી બપોરના ૩:૩૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેની આ ફીડરમા આવતા વસંત પ્લોટ, કાયાજી પ્લોટ, ભક્તિનગર શેરી નં.૧,૨,૩ ક્રિષ્ના પાર્ક, માધવ માર્કેટ, દર્શન બંગલો સોસાયટી, આદર્શ સોસાયટી, શક્તિ પ્લોટ, વાઘપરા, ચકીયા હનુમાનની આજુબાજુનો વિસ્તાર,ઓમ શાંતિ વિદ્યાલયની આજુબાજુનો વિસ્તાર, સરદારબાગની આજુબાજુનો વિસ્તાર, એપલ હોસ્પિટલની આજુબાજુનો વિસ્તાર, શનાળા રોડ,મહેશ હોટલની આજુબાજુનો વિસ્તાર, સત્યમ પાન વાળી શેરી, ટેલીફોન એક્ષચેન્જની આજુબાજુનો વિસ્તાર,સદભાવના હોસ્પિટલ, ક્રિષ્ના હોસ્પિટલ વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી.. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ નંબર પર HI લખીને વોટ્સએપ કરો.. 9537676276