ભગીરથ કાર્ય કરવા બદલ કાંતિભાઈ અમૃતિયા પરિવારને બિરદાવતા પૂ. ભાઈશ્રી મોરબી : મોરબીમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા દિવંગતોના મોક્ષાર્થે પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન પટેલ સમાજ વાડી, શનાળા ગામ ખાતે કરવામાં આવ્યું છે જેમાં ગઈકાલે પાંચમા દિવસે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરસોત્તમભાઈ રૂપાલા, ચેરમેન IFFCO દિલીપભાઈ સંઘાણી,ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ,ગુજરાત રાજ્ય વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા,મોરબી જિલ્લા માનનીય કલેક્ટર જે.બી.પટેલ, મોરબી પોલીસ વડા રાહુલભાઈ ત્રિપાઠી,કચ્છ મોરબી સાંસદ વિનોદ ભાઈ ચાવડા સહિત આગ્રણીઓ એ ભાગવત સપ્તાહ કથા શ્રવણનો લાભ લીધો હતો.