મોરબી : પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના દર્શનનો લાભ મોરબી ફોટો વિડિયો એસોસિએશન ઉપપ્રમુખ ભાવેશભાઈ, મહામંત્રી કેડી વાઘેલા સહિતનાએ લીધો હતો. આ સાથે દિલીપભાઈ ચૌહાણ, મલયભાઈ દફતરી તથા કિરણભાઈ પોપટ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ કાંતિભાઈ અમૃતિયાએ તમામ સભ્યોનું સન્માન કર્યું હતું તથા આ પ્રસંગે બધાને સ્મૃતિચિન્હ પણ અર્પણ કરવામાં આવ્યું હતું.