મોરબી : મોરબીના યુવાને સમગ્ર મોરબીનું રાજ્ય લેવલે ગૌરવ વધાર્યું છે. જેમાં GPSC કલાસ વનની પરીક્ષામાં યુવાન રાજ્યમાં પ્રથમ નંબર મેળવી તેના પરિવારનું નામ રોશન કર્યું છે. મોરબીમાં રહેતા દિવ્યેશભાઈ પ્રકાશભાઈ કણસાગરા નામના યુવાન મધ્ય ગુજરાત વીજ કંપની લી.માં જોબ કરવાની સાથે આ ક્ષેત્રે આગળ વધવા અથાક પુરુષાર્થ કરીને ગુજરાત એન્જીનીયરીંગ સર્વિસ સિવિલ કલાસ વન ઓફિસર માટે પરીક્ષા આપી હતી. આ પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જ જાહેર થતા આ યુવાન અને તેના પરિવારની ખુશીની કોઈ સીમા રહી ન હતી. કારણ કે ગુજરાત એન્જીનીયરીંગ સર્વિસ સિવિલ કલાસ વન ઓફિસર માટે પરીક્ષામાં તે સમગ્ર ગુજરાતમાં સ્ફર્ટ આવ્યો હતો. આથી તેણે પોતાના પરિવાર અને મોરબીનું નામ રોશન કર્યું છે.