પીપળી ગામની સીમ તથા શકત શનાળા પાસે જી.આઇ.ડી.સી. ખાતેના ગોડાઉનમાં દરોડા પાડ્યા મોરબી : મોરબીમાં આજે એલસીબીએ બે સ્થળે દરોડા પાડી રૂ.૯.૩૪ લાખના દારૂ સાથે ત્રણને ઝડપી લીધા હતા. જેમાં પીપળી ગામની સીમ તથા શકત શનાળા, જી.આઇ.ડી.સી. ખાતે આવેલ ગોડાઉનમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ ૧૮૯૬ કિ.રૂ. ૯,૩૪,૬૨૦ તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૨૦,૦૪,૬૨૦ના મુદામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી લઈ તપાસ હાથ ધરી છે. મોરબી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એન.બી.ડાભી તથા પો.સ.ઇ., એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો કાર્યરત હતા. તે દરમ્યાન HC .સુરેશભાઇ હુંબલ તથા PC નંદલાલ વરમોરાને સંયુકતમાં મળેલ ખાનગી હકિકત આધારે પીપળી ગામની સીમમાં આવેલ રોયલ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ પ્લોટ નંબર ૧૭ વાળા ગોડાઉનમાં તથા શનાળા જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલ ઉમા પ્લાસ્ટીક પાસે, શકિત મેટેલાઇઝીંગ ગોડાઉન સામે ધર્મેશભાઇ પ્રજાપતીના ગોડાઉનમાં દારૂ અંગે રેઇડ કરતા ફડસર ગામે રહેતો ભરતભાઇ નારણભાઇ ડાવેરા તથા તેના ભાગીદાર મુકેશ પીરારામ બિશ્નોઇ એમ આ બન્ને ગોડાઉન ભાડે રાખી તેમાં પરપ્રાંતમાંથી વિદેશીદારૂનો જથ્થો મંગાવી તેનું વેચાણ કરવા હેરાફેરી કરવાના આશયથી સંતાડેલ વિદેશીદારૂનો જથ્થા સાથે ત્રણ આરોપીઓ મળી આવતા ઝડપી લીધા હતા અને ઈંગ્લીશ દારૂની બોટલો નંગ- ૭૮૦ કિ.રૂ.૪,૬૮,૦૦૦, અન્ય બોટલો નંગ- ૬૯૬ કિ.રૂ. ૩,૬૧,૯૨૦ તેમજ વ્હીસ્કીની નાની-મોટી બોટલો નંગ- ૪૨૦ કિ.રૂ.૧૦,૪૭,૦૦ કુલ બોટલો નંગ-૧૮૯૬ કિ.રૂ. ૯,૩૪,૬૨૦, બોલેરો પીકઅપ ગાડી નંગ-૦૨ કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦, મોટર સાયકલ નંગ-૦૧ કિ.રૂ. ૫૦,૦૦૦, મોબાઇલ ફોન નંગ-૦૪ કિ.રૂ. ૨૦,૦૦૦ મળી કુલ કિ.રૂ. ૨૦,૦૪,૬૨૦ નો મુદામાલ કબ્જે કરેલ છે. જ્યારે મુકેશ પીરારામ બિશ્નોઇ હાજર ન મળતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી.. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ નંબર પર HI લખીને વોટ્સએપ કરો.. 9537676276