અન્ય એક યુવાને બ્રોન્ઝ મેડલ મેળવ્યો વાંકાનેર : હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ મુકામે ઇન્ટર કોલેજ કુસ્તી ભાઈઓ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૧ કોલેજોએ ભાગ લીધેલો હતો જેમાં દોશી કોલેજ વાંકાનેરમાંથી ભરવાડ સમાજના બે વિદ્યાર્થીઓએ કુસ્તી ભાઈઓની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ટોળિયા શૈલેષ લક્ષ્મણભાઈ (ગામ રાજાવડલા) ૫૭ કિલો વજનમાં ગોલ્ડ મેડલ અને બાંભવા અવધ દિનેશભાઈ (ગામ વાંકાનેર)૮૬ કિલો વજનમાં બ્રોન્ઝ મેડલ મેળવીને સમગ્ર સમાજ અને તાલુકાનું નામ રોશન કર્યું છે. ટોળિયા શૈલેષ લક્ષ્મણભાઇ હવે કુસ્તીમાં નેશનલ રમવા માટે કોલાપુર જશે.