બુટલેગરોએ પાણીના ટેન્કરમાં દારૂ છુપાવ્યો છતાં પોલીસને ગંધ આવી ગઈ મોરબી : મોરબી તાલુકા પોલીસે આજે બાતમીના આધારે આજે મોરબી તાલુકાના માનસર ગામની સીમ, નારણકા રોડ, ખુલ્લી જગ્યામાં ટ્રેકટર સાથે જોડેલ પાણીના ટેન્કરમાં છુપાવેલ બે લાખથી વધુનો ઈંગ્લીશ દારૂ બિયર સહિત કુલ રૂ.૭,૫૪,૯૦૦ નો મુદામાલ ઝડપી લીધો હતો. જો કે બુટલગરો હાથ આવ્યા ન હતા. પણ આ દારૂ સંગેવગે કરે તે પહેલાં તાલુકા પોલીસે બુટલેગરોનો ખેલ ચોપટ કરી દીધો હતો. મોરબી તાલુકાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોઢાણીયાની સૂચનાને પગલે સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ દિનેશભાઇ બાવળીયા તથા પોલીસ કોન્સ. ફતેસંગ પરમાને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, મોરબી તાલુકાના માનસર ગામની સીમ, નારણકા રોડ ખુલ્લી જગ્યામાં એક ટ્રેકટર જે પાણીના ટેન્કર સાથે જોડેલ તે પાણીના ટેન્કરમાં ઇગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે અને સગેવગે કરવાની પેરવીમાં છે તેવી બાતમી હકીકત મળતા તુરત જ સર્વેલન્સ સ્ટાફના માણસોએ રેઇડ કરી ટ્રેકટર સાથે જોડેલ ટેન્કરમાં છુપાવેલ અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ-૨૪૦ કિં.રૂ.૧,૩૦,૫૬૦ તથા બીયરના ટીન નંગ-૭૪૪ કિં.રૂ.૭૪,૪૦૦ નો મળી કુલ રૂ.૨,૦૪,૯૬૦/ અને નંબર પ્લેટ વગરનુ ટ્રેકટર કિં.રૂ.૫,૦૦,૦૦૦ તથા ટ્રેકટર સાથે જોડેલ પાણીનુ ટેન્કર કિં.રૂ.૫૦,૦૦૦ મળી કુલ કિં.રૂ.૭,૫૪,૯૬૦ નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. હાલ તો મળી ન આવેલ ટ્રેક્ટર ચાલક સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી.. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ નંબર પર HI લખીને વોટ્સએપ કરો.. 9537676276