મોરબી: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે આજરોજ તા. 17 સેપ્ટેમ્બરના રોજ પોષણ અભિયાન નિમિત્તે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૃષિ કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરનું જીવંત પ્રસારણ બતાવવામાં આવ્યું હતું. ત્યારબાદ જુદા જુદા પાકોની બાયો ફોર્ટિફાઇડ જાતો અને તેમાંથી ક્યાં પોષક તત્વો મળે છે તે અંગે આ કેન્દ્રના વૈજ્ઞાનિક ડી.એ. સરડવા દ્વારા માહિતી અપાઈ હતી. જ્યારે ડૉ. કે.એન. વડારિયા દ્વારા શાકભાજીનું નિયમિત આહારમાં મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી. હાજર દરેક ખેડૂત મિત્રોને કિચન ગાર્ડન માટે જુદા જુદા શાકભાજીની કીટનું વિતરણ કર્યા બાદ કેન્દ્રના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સેમિનારને અંતે આભાર વિધિ નિલેશભાઈ દ્વારા કરવામાં આવી હતી.