હળવદ : હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા રામભાઇ વાસુદેવભાઇ મૈયડ ઉ.65 પોતાના ઘેર પાણી ગરમ કરવા ઇલેક્ટ્રિક હિટર ચાલુ કરવા જતા વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.