મોરબી : રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ – ગાંધીનગર દ્વારા પ્રેરીત મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભ અને યુવા ઉત્સવમાં નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.વિવિધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પહેલો,બીજો અને ત્રીજો નંબર મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું. તાજેતરમાં નાલંદા વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુભ અને યુવા – ઉત્સવ યોજાયો હતો. કલા મહાકુંભ સ્પર્ધામાં નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓમાં ભરતનાટ્યમમાં સવસાણી જાનવી પ્રથમ ક્રમાંકે, ચિત્રકલામાં પરમાર યવી પ્રથમ ક્રમાંકે આવી હતી.આ સાથે યુવા મહોત્સવમાં હળવું કંઠય સંગીતમાં ગામી ધ્રુવી પ્રથમ નંબરે, વકતૃત્વ સ્પર્ધામાં માકાસણા યથ્વી પ્રથમ નંબરે, લગ્નગીતમાં ઉપાધ્યાય ખુશી પ્રથમ નંબરે તેમજ સમુહગીતમાં હીમાની સરડવા, પ્રાચી ખાંટ, વિધિ ઠક્કર, ખુશી ઉપાધ્યાએ પ્રથમ નંબર મેળવ્યો હતો. આ સાથે કલા મહાકુંભમાં સુગમ સંગીતમાં ધીમહિ રાવલ દ્વિતીય, વકતૃત્વમાં માકાસણા થથ્વી દ્વિતીય નંબર મેળવ્યો અને યુવા ઉત્સવમાં ફેર દર્શીએ દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો હતો.એજ રીતે ભૂત શિવાનીએ વકતૃત્વમાં, સંચિથ પુજારીએ ચિત્રકલામાં, વિશ્વ દુબલ દુહા-છંદમાં, પ્રિત ત્રિવેદી ઓરગન વાદનમાં, ભુવન ત્રિવેદી શાસ્ત્રીય કંઠય સંગીતમાં તૃતીય તેમજ ભાલોડીયા હેત્વી સર્જનાત્મક કારીગરીમાં તૃતીય, સમુહગીતમાં બોડા પર્વ, સમીત હેગડે, જૈનીલ જીવાણી, કર્મરાજ ઝાલા, જ્યોત કાલરીયા તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. તેમજ રાસની સ્પર્ધામાં વિધાર્થીનીઓ ટીપા વાંસજાળિયા, રિશિકા કુંડારિયા, ધાર્મી પુજારા, જૈનિશા પાટડીયા, ચગ ધાર્મી, દિપેશા શેરસીયા, આસ્થા મહેશ્વરી, આયુષીબા જાડેજા, ક્રિષ્નાબા જાડેજા, જાનવી વિડજા, જાનવી કાસુન્દ્રા, આયુષી ગોલતર, યાત્રી મેરજા, વિદ્યા બારૈયા, ન્યાસા કાંજીયા, કૃષિ ઘોડાસરા સર્વેએ તૃતીય નંબર મેળવ્યો હતો. તમામ વિદ્યાર્થીઓને શાળા પરીવાર વતી મેનેજીંગ ટ્રસ્ટી બી. એ. ગામી તરફથી શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી.. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ નંબર પર HI લખીને વોટ્સએપ કરો.. 9537676276