સુરજબારી પુલ નજીક પદયાત્રીઓને તમામ સેવા સુવિધાઓ પુરી પડાશે મોરબી : મોરબીમાં સૂરજબારી પુલ પાસે આશાપુરા માતાના મઢે જતા પદયાત્રીઓ માટે શીવસેવક ગ્રુપ-રવાપર(મોરબી) દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવશે. કચ્છમાં આવેલ આશાપુરા માતાના મઢના પદયાત્રીઓ માટે મોરબીના શિવ સેવક ગ્રુપના યુવાનો દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પ તા. 17/09થી 20/09 સુધી કેમ્પ સૂરજબારી પુલ પહેલાં, પોલીસ ચેક પોસ્ટ પાછળ, મોરબી- માળીયા હાઇવે, મોરબી યોજવામાં આવશે.આ કેમ્પમાં 24 કલાક ચા–નાસ્તો, બપોરે તથા રાતે ભોજનપ્રસાદ, મેડીકલ સુવિધા અને યાત્રાળુઓને દવાઓનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત યાત્રાળુઓ માટે ખાસ કૂલર અને મોબાઈલ ચાર્જની સુવિધા પણ રાખેલ છે.સાથે નહાવાની પણ વ્યવસ્થા કરેલી છે.વધુ વિગત માટે મો.99790 50000, 98793 76033, 98252 17710, 90333 45777 પર સંપર્ક કરવો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી.. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ નંબર પર HI લખીને વોટ્સએપ કરો.. 9537676276