શનાળા રોડ ઉપર પેવર બ્લોક નાખવાની કામગીરી હાથ ધરાઈ મોરબી : મોરબીમાં આ વખતે ચોમાસુ ભરપૂર રહેવાની સાથે સતત વરસાદ પડતો હોવાથી મોટાભાગના માર્ગોની પથારી ફરી ગઈ છે ત્યારે આજે વરાપ નીકળતા જ મોરબી પાલિકા તંત્ર દ્વારા અંતે માર્ગોના ખાડાનું રિપેરીગ કામ શરૂ કરવામાં આવ્યું છે અને શનાળા રોડ ઉપર પેવર બ્લોક નાખવાની કામગીરી હાથ ધરાઈ છે. મોરબીના મુખ્ય કહી શકાય તેવા શનાળા, રવાપર રોડ, ગાંધીચોક રોડ, સિવિલ હોસ્પિટલથી વિજય ટોકીઝ તરફનો માર્ગ સહિતના અનેક માર્ગો ઉપર ખાડે ખાડા પડી ગયા હતા.ઘણા માર્ગો ઉપર ખાડા એટલી હદે પડી ગયા હતા કે સારો રોડ જડવો મુશ્કેલ બન્યો હતો. મોટાભાગના રોડની વરસાદમાં ખરાબ હાલત થઈ જતા વિપક્ષ, સામાજિક કાર્યકરો અને પ્રબુદ્ધ નાગરિકોએ તંત્ર ઉપર માછલાં ધોયા હતા. ત્યારે હવે વરાપ નીકળતા નગરપાલિકા દ્વારા ખરાબ રોડની મરમત હાથ ધરવામાં આવી છે. મોરબીના ગાંધીચોક પાસે શનાળા રોડ પ્રવેશ માર્ગ ઉપર આંબલીના વૃક્ષ પાસે મસમોટા અનેક ખાડા હોવાથી તંત્ર દ્વારા ત્યાં પેવર બ્લોક પાથરવામાં આવ્યો છે. રામચોક પાસે રસ્તો બંધ કરીને આ કામગીરી કરાતા ફરી ફરીને જુના બસ સ્ટેન્ડેથી શહેરમાં જવું પડ્યું હતું. પણ હવે રવાપર રોડ, શાક માર્કેટ ચોક સહિતના મુખ્યમાર્ગો ઉપર ખાડાનું રિપેરીગ કામ શરૂ થતાં લોકોને હવે ખાડામાંથી મુક્તિ મળશે તેવી આશા બંધાઈ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી.. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ નંબર પર HI લખીને વોટ્સએપ કરો.. 9537676276