સાંધાઓમાં દુઃખાવો કે સોજો રહેવો, ઉભડક કે પલાઠી વાળીને બેસવામાં તકલીફ થવી, થાપાના ગોળાની નસ સુકાઈ જવી, બેસવા-ઉઠવામાં કે ચાલવામાં તકલીફ જેવી સમસ્યાઓનું સચોટ નિદાન મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને ગોઠણ અને સાંધાના નિષ્ણાંત સર્જનની સેવા ઘર આંગણે જ મળી રહે તેવા ઉદેશ સાથે શહેરમાં હોસ્પિટલોમા જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો. રૂપેશ મહેતાની ખાસ ઓપીડીનું આયોજન આગામી રવિવારના રોજ કરવામાં આવ્યું છે. મોરબીમાં શનાળા રોડ ઉપર ઉમિયા હોલની સામે એપલ હોસ્પિટલના બીજા માળે ડો. જયેશ સનારીયાની સ્પર્શ ક્લિનિકમાં આગામી તા.18ને રવિવારના રોજ સવારે 10 વાગ્યાથી સિનિયર કન્સલ્ટન્ટ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો. રૂપેશ મહેતા ( M.S.-ortho, FIAS -USA)ની ઓપીડી યોજાશે. ડો. રૂપેશ મહેતા વિખ્યાત કન્સલ્ટન્ટ જોઈન્ટ રિપ્લેસમેન્ટ એન્ડ ઓર્થો ટ્રોમા સર્જન છે. તેઓ ગોઠણમાં સાંધાઓમાં દુઃખાવો થવો, ગોઠણના સાંધાઓમાં સોજો રહેવો, ઉભડક બેસવામાં અને પલાઠી વાળીને બેસવામાં તકલીફ થવી, થાપાના ગોળાની નસ સુકાઈ ગઈ હોય, બેસવા-ઉઠવામાં કે ચાલવામાં તકલીફ થવી, પગ વાંકા વળી જવા સહિતની સમસ્યાના નિષ્ણાંત છે. વર્ષ 2002માં તેમણે જામનગરની પ્રખ્યાત એમ.પી. શાહ મેડિકલ કોલેજ ખાતેથી એમ.બી.બી.એસ અને એમ.એસ (ઓર્થોપેડિક્સ)નો અભ્યાસ પૂર્ણ કર્યો છે. આ ઉપરાંત વિશ્વસ્તરે નામાંકિત હોસ્પિટલ ફોર સ્પેશિયલ સર્જરી-HSS અમેરિકા અને સિંગાપોર જનરલ હોસ્પિટલ ખાતેથી જોઈન્ટ સર્જરીમાં ફેલોશીપ પણ મેળવી છે. ડૉ. રૂપેશ મહેતા જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં 16 વર્ષનો ખૂબ બહોળો અનુભવ ધરાવે છે. અત્યાર સુધીમાં તેઓએ 6000થી વધારે ઓર્થો ટ્રોમા કેર અને રિવિઝન જોઈન્ટ રિપ્લેસમેન્ટ સહિતની સર્જરી કરી છે. વ્યવસાયિક કારર્કિદીમાં દર્દીના ઉત્તમ નિદાન માટે તેઓ સતત આધુનિક ટેક્નોલોજી અને વિષય સંલગ્ન માહિતીથી અપડેટ રહે છે. અત્યાર સુધીમાં ઘણાં વિષયો પર તેમણે પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યા છે અને વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેમિનાર, વર્કશોપ્સ અને પ્રેક્ટિકલ સેશનમાં સહભાગી થયા છે. આ ઉપરાંત, કેટલાક રિસર્ચ પેપર્સ પણ તેમણે પ્રસ્તુત કર્યા છે. રજીસ્ટ્રેશન માટે ફોન નં. 02822 226665 ઉપર તથા વધુ વિગત માટે મો.નં. 9428467271 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.