મોરબી : આવતીકાલ તારીખ 17 સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મોરબી જિલ્લા ભાજપ દ્વારા તેઓએ કરેલા કાર્યોની પ્રદર્શનીનું આયોજન કરાયું છે. આવતીકાલ તારીખ 17 સપ્ટેમ્બરને સાંજે 5:00 કલાકથી તારીખ 24 સપ્ટેમ્બર સુધી નિલકંઠ વિદ્યાલય, રવાપર રોડ, મોરબી ખાતે પ્રધાનમંત્રીનું વ્યક્તિત્વ અને તેમણે કરેલા કાર્યોની પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શની આવતીકાલ તારીખ 17/9ના રોજ સાંજે 5:00 થી 7:00 સુધી તેમજ તારીખ 18/9 થી 24/9 સુધી સવારે 10:00 થી 11:30 કલાક સુધી તેમજ સાંજે 4:30 થી 7:00 કલાક સુધી નિહાળી શકાશે. પ્રદર્શનીને સાંસદ મોહનભાઈ કુંડારીયા, મોરબી - માળિયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા વગેરેની ઉપસ્થિતિમાં ખુલ્લી મુકવામાં આવશે. મોરબીની સર્વે જનતાને આ પ્રદર્શની નિહાળવા ભાજપ પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે.