એકબીજા શાળાની વિશેષ પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવાનો પ્રોગ્રામનો હેતુ મોરબી : સભારાવાડી પ્રાથમિક શાળા અને શકત શનાળા (કુ.)પ્રાથમિક શાળા વચ્ચે ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો હતો.એકબીજાની શાળાની પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવાનો પ્રોગ્રામનો હેતુ હતો. મોરબીની સભારાવાડી પ્રાથમિક શાળા તથા શકત શનાળા (કુ.)પ્રાથમિક શાળા વચ્ચે ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરેલ હતું.ગત તા.14ના રોજ સભારાવાડી શાળાના 65 બાળકો તથા 3 શિક્ષકોએ શકત શનાળા(કુ.) પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. મુલાકાતનો હેતુ એકબીજાની વિશેષ પ્રવૃતિઓથી બાળકો તથા શિક્ષકો પરિચિત થાય. ઉપરાંત ગત તા.15ના રોજ શકત શનાળા(કુ.) શાળાના 66 બાળકો તથા 3 શિક્ષકોએ સભારાવાડી શાળાની મુલાકાત લીધી હતી. સૌઐ પ્રાર્થના કાર્યક્રમ નિહાળ્યો હતો.ત્યારબાદ શાળામાં ચાલતી વિવિધ જ્ઞાનસભર પ્રવૃતિઓથી બાળકોને વાકેફ કરવામાં આવ્યા હતા. સૌઐ સાથે મળી ભોજનનો રસાસ્વાદ માણ્યો હતો.બાળકોએ એન્ટીક વસ્તુઓનું પ્રદર્શન નિહાળ્યું હતું. સારી વસ્તુઓ માટે સી.આર.સી.બાબુભાઈ દેલવાડિયા તરફથી બાળકોને ઈનામો આપ્યા હતા. ત્યારબાદ સભારાવાડી પ્રાથમિક શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને મુળજીભાઈ(SMCઅધ્યક્ષ) તથા શાળાના આચાર્ય ભરતભાઈ તરફથી બાળકોને ઈનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા.બાળકો વિવિધ પ્રવૃતિઓમાં લાભ લઇ આનંદિત થયા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી.. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ નંબર પર HI લખીને વોટ્સએપ કરો.. 9537676276