1958માં નિર્માણ થયેલ મચ્છુ-1 ડેમ સતત ત્રીજા વર્ષે છલકાયો મોરબી : વાંકાનેર તાલુકાના જાલસીકા નજીક આવેલો મચ્છુ-1 ડેમ સતત ત્રીજા વર્ષે છલકાઈને હેટ્રિક નોંધાવી છે. છેલ્લા એક અઠવાડિયાથી સતત પડી રહેલા વરસાદને કારણે મચ્છુ-1 જળાશય છલકાતા 30 ગામોનો સિંચાઈ અને વાંકાનેર તેમજ કુવાડવાને વર્ષ ભર ચાલે તેટલું પાણી સંગ્રહ થયું છે. દેશને આઝાદી મળ્યા બાદ વર્ષ 1958માં નિર્માણ થયેલ વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ નજીક આવેલો મચ્છુ-1 ડેમ આજે સવારે ઓવરફ્લો થતા ડેમસાઇટ ઉપર નયનરમ્ય નજારો સર્જાયો છે. 2435 એમસીએફટી જળસંગ્રહ શક્તિ ધરાવતો મચ્છુ-1 ડેમમાંથી મોરબી અને વાંકાનેરના 30 ગામને સિંચાઈ સુવિધા અને વાંકાનેર તેમજ કુવાડવાને પીવાના પાણીની સુવિધા પુરી પાડવામાં આવે છે. નોંધનીય છે કે છેલ્લા ત્રણ વર્ષમાં આજે સતત ત્રીજી સીઝનમાં છલકાઈને મચ્છુ-1 ડેમે ઓવરફ્લોની હેટ્રિક નોંધાવી છે.ડેમના ઉપરવાસમાં વરસાદને પગેલ હજુ પણ મચ્છુ-1માં 516 ક્યુસેકની આવક ચાલુ હોવાનું સિંચાઈ વિભાગના સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી.. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ નંબર પર HI લખીને વોટ્સએપ કરો.. 9537676276