અવનવી ચીજ વસ્તુઓના 50થી વધુ સ્ટોલ, બહેનો અને બાળકો માટે સ્પર્ધાઓ અને સાથે વર્કશોપ, હવે બીજું શું ઘટે : એક ઇવેન્ટમાં અનેક આયોજનો, આવું એક્ઝિબિશન મોરબીવાસીઓ પ્રથમવાર માણશે મોરબી : મોરબી અપડેટ દ્વારા આગામી તા.17 અને 18ના રોજ નવરાત્રી સ્પેશિયલ ભવ્ય મોરપીંછ એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અવનવી ચીજ વસ્તુઓના 50થી વધુ સ્ટોલ અને બહેનો અને બાળકો માટે સ્પર્ધાઓનું આયોજન કરાયું છે. હવે આમાં એક નવુ આયોજન ઉમેરાયું છે. જેમાં બહેનો માટે કેક મેકિંગ વર્ક શોપ પણ યોજાનાર છે. તો મોરબીની બહેનો, હવે આ ઇવેન્ટમાં બીજું શું ઘટે... મોરબી અપડેટ દ્વારા રવાપર ચોકડી ખાતે આવેલ સ્વાગત હોલમાં આગામી તા.17 અને 18 સપ્ટેમ્બર (શનિ, રવી)ના રોજ સવારે 10:30 થી 9:30 સુધી મોરપીંછ નવરાત્રી સ્પે. ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં ગાર્મેન્ટ્સ, ફૂટવેર, હોમ ડેકોર, નવરાત્રી સ્પેશિયલ આઈટમ, જવેલરી, ચણીયાચોલી, ગૃહ ઉદ્યોગ, અથાણા, ગરબા, કોડીયા, ટોયઝ, ફૂડ સ્ટોલ, સ્પેશિયલ એક્ટ્રેશન સહિતના 50 જેટલા સ્ટોલ હશે. આ ઉપરાંત એક્ઝિબિશનમાં તા.17એ બહેનો માટે ગરબા અને દાંડિયા ડેકોરેશન સ્પર્ધા તેમજ તા.18એ બાળકો માટે માટે ક્રાંતિકારી વીરો અને વીરાંગનાઓ વેશભૂષા સ્પર્ધા યોજાનાર છે. વધુમાં આ એક્ઝિબિશનમાં હજુ પણ નવું આયોજન ઉમેરવામાં આવ્યું છે. જેમાં મોરબીના પ્રખ્યાત બંસીઝ ક્વિન્સ કેક વાળા બંસીબેન દ્વારા મોરપીંછ એક્ઝિબીશનના પહેલાં દિવસે તા. 17ને શનીવારના રોજ સાંજે 5 થી 7 વાગ્યે ફ્રી કેક મેકિંગ ટીપ્સ વર્કશોપ યોજાશે. જેમાં હેલ્ધી બ્રેકફાસ્ટ કેક, સેન્ટર ફિલ્ડ મફિન્સ અને ચોકલેટ કૂકિઝ લાઈવ બનાવતા શિખવવામાં આવશે તેમજ કેક બનાવવા બાબતે રેસિપિ અને ટીપ્સ આપવામાં આવશે. આ વર્કશોપ તદ્દન ફ્રી રહેશે પરંતુ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. રજિસ્ટ્રેશન માટે નીચેના નંબર પર સંપર્ક કરવો. કેક વર્કશોપ રજીસ્ટ્રેશન માટે : બંસીબેન શેઠ - 9376652360