દશામાંના મંદિર નજીક બનેલી ઘટના વાંકાનેર : વાંકાનેરના માટેલમા મંદિર નજીક લઘુશંકા કરવા મામલે બે યુવાનોએ એક યુવાનને માર મારી છરીનો ઘા ઝીકી દેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામે દશામાના મંદિર પાસે સાઈડમાં લઘુશંકા કરનાર લાલજીભાઈ ટીસાભાઈ સરસાવાડિયા ઉ.23ને સુરેશ સાદુરભાઈ વીંજવાડિયા અને વિપુલ ધીરાભાઈએ અહીં કેમ લઘુશંકા કરશ કહી ઢીકા પાટુનો માર મારી ગળે તથા પગના ભાગે છરીના ઘા ઝીકી દેતા ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે ફરિયાદી ટીસાભાઈ સરસાવાડિયાએ આરોપી સુરેશ સાદુરભાઈ વીંજવાડિયા અને વિપુલ ધીરાભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 323, 324, 504, 114 અને જીપી એકટની કલમ 135 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.