માળીયા : સેવાભાવી યુવાનો દ્વારા કચ્છ માતાના મઢ જતાં પદયાત્રીકો માટે માળીયા તાલુકાના સોનગઢ ગામ પાસે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે તા.18થી શરૂ થશે. સોનગઢ ગામ પાસે છેલ્લા 23 વર્ષથી માતાના મઢ જતાં પદયાત્રીકોની સેવા માટે સુંદર કેમ્પનું આયોજન ધીરૂભાઈ ડી. ચાવડા (એસ.બી.આઈ.), તથા કે. સી. જાડેજા (પી.જી.વી.સી.એલ. મોરબી) તથા રાજુભાઈ લખમણભાઈ ડાંગર, હર્ષદભાઈ પટેલ (જયોતિ મંડપ), મહેશભાઈ (જલારામ ફેમિલી મોલ), સોનગઢ ગામના આહીર યુવાનો અને મોરબી પરાબજાર – મિત્રમંડળ સહિતનાં ઉત્સાહી સેવાભાવી યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે અને સૌ યુવાનો ઉમંગ સાથે સેવા આપી રહ્યા છે. આ સેવા કેમ્પ તારીખ ૧૮-૦૯-૨૦રર રવિવારથી તારીખ ૨૪-૦૯-૨૦૨૨ શનિવાર સુધી દિવસ-રાત અવિરત ચાલુ રહેશે. આ કેમ્પમાં વિનામુલ્યે જમવાનું, ન્હાવાનું, ચા-પાણી, નાસ્તો રાત્રી રોકાણ, આરામ, અને મેડિકલ સારવાર સહિતની તમામ સુવિધાઓ નિઃશુલ્ક આપવામાં આવશે. તો દરેક પદયાત્રીઓ અને ધર્મપ્રેમી લોકોએ આ સેવાનો ખુબ જ બહોળા પ્રમાણમાં લાભ લેવા આયોજકો તરફથી અપીલ કરવામાં આવી છે.